GSSSB Sub Accountant and Auditor Bharti 2025 26 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા નાણાં વિભાગ હેઠળના મહત્વપૂર્ણ સંવર્ગો “પેટા હિસાબનીશ/સબ ઓડીટર, વર્ગ-૩” અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક, વર્ગ-૩” માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે.
મહત્વપૂર્ણ (Important Dates) :
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૧૭/૧૧/૨૦૨૫ (૧૪:૦૦ કલાક)
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૦/૧૧/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)
- ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: ૦૨/૧૨/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)
જગ્યાની વિગત (Vacancies) :
આ જાહેરાત કુલ ૪૨૬ જગ્યાઓ માટે છે. સંવર્ગવાર જગ્યાની વિગતો નીચે મુજબ છે:
| નામ | કુલ જગ્યાઓ |
|---|---|
| પેટા હિસાબનીશ/સબ ઓડીટર, વર્ગ-૩ | 321 |
| હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક, વર્ગ-૩ | 10 |
વય મર્યાદા (Age) :
તા.૩૦/૧૧/૨૦૨૫ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહી અને ૩૫ વર્ષથી વધુ નહી હોવી જોઇશે.
| કેટેગરી | છૂટછાટ | મહત્તમ વયમર્યાદા |
|---|---|---|
| સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને | 5 વર્ષ | 40 વર્ષ |
| અનામત કેટેગરીના પુરૂષ ઉમેદવારોને | 5 વર્ષ | 40 વર્ષ |
| અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને | 10 વર્ષ | 45 વર્ષ |
શૈક્ષણિક લાયકાત (Educational Qualification) :
ઉમેદવાર પાસે નીચે મુજબની કોઈ પણ એક પદવી હોવી જોઈએ:
- બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)
- બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
- બેચલર ઓફ કોમર્સ (B.Com)
- બેચલર ઓફ સાયન્સ (ગણિત/આંકડાશાસ્ત્ર સાથે)
- બેચલર ઓફ આર્ટ્સ (આંકડાશાસ્ત્ર/અર્થશાસ્ત્ર/ગણિત સાથે)
ઉપરાંત, ઉમેદવાર ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
પરીક્ષા ફી (Fees) :
| પરીક્ષા | બિન અનામત વર્ગ | અનામત વર્ગ (મહિલા, SC, ST, SEBC, EWS, દિવ્યાંગ, માજી સૈનિક) |
|---|---|---|
| પ્રાથમિક પરીક્ષા | 500/- | 400/- |
| મુખ્ય પરીક્ષા | 600/- | 500/ |
- ફી પરત: પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
- ભરવાનું માધ્યમ: તમામ ઉમેદવારોએ ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે.
પરીક્ષા પદ્ધતિ (Exam Pattern) :
ભરતી પ્રક્રિયા બે તબક્કામાં લેવામાં આવશે:
1. પ્રિલિમિનરી પરીક્ષા (Preliminary Examination – ભાગ-૧)
- સ્વરૂપ: હેતુલક્ષી (Objective – MCQs) – CBRT/OMR પદ્ધતિથી.
- કુલ ગુણ: ૧૫૦.
- સમય: ૨ કલાક.
- નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ દીઠ ૦.૨૫ ગુણ કપાશે.
- લઘુત્તમ લાયકી ધોરણ: દરેક કેટેગરી માટે ૪૦% માર્ક્સ.
નોંધ: આ ગુણ પસંદગી યાદી માટે ધ્યાને લેવાશે નહીં, તે માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે.
૨. મુખ્ય પરીક્ષા (Main Examination – ભાગ-૨)
- સ્વરૂપ: વર્ણનાત્મક (Descriptive) સ્વરૂપના બે પેપરો.
- કુલ ગુણ: ૨૦૦ (દરેક પેપર ૧૦૦ ગુણનો).
- લઘુત્તમ લાયકી ધોરણ: દરેક કેટેગરી માટે દરેક પેપરમાં ૪૦% માર્ક્સ.
- પસંદગીનો આધાર: મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના મેરીટ્સના આધારે.
અરજી કેવી રીતે કરવી:
- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
- “On line Application” માં Apply પર ક્લિક કરો અને GSSSB સિલેક્ટ કરો.
- જાહેરાત ક્રમાંક: ૩૬૬/૨૦૨૫૨૬ પર ક્લિક કરી Apply now પર ક્લિક કરો.
- સ્ક્રીન પર “Skip” પર ક્લિક કરીને અરજી ફોર્મેટમાં “Personal Details” અને “Educational Details” ભરો.
- “Assurance” (બાંહેધરી) માં “Yes” સિલેક્ટ કરી “save” પર ક્લિક કરો. આનાથી તમારો “Application Number” જનરેટ થશે.
- “Upload Photograph” પર ક્લિક કરીને તમારો ફોટો (પાતળો, સફેદ બેકગ્રાઉન્ડ, મહત્તમ ૧૫ kb) અને સહી અપલોડ કરો.
- “Confirm Application” પર ક્લિક કરીને વિગતો ચકાસી લો અને જો કોઈ ભૂલ ન હોય તો Confirm કરો. એકવાર કન્ફર્મ થયા પછી સુધારો થઈ શકશે નહીં.
- * Confirmation બાદ જનરેટ થયેલો “confirmation number” સાચવી રાખો.
- “Print Application” પર ક્લિક કરીને અરજીની નકલ ડાઉનલોડ કરીને સાચવી રાખો.
- બિનઅનામત વર્ગના ઉમેદવારોએ છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૫ સુધીમાં ફી ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે.
Important Links :
- ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ >>>>> https://ojas.gujarat.gov.in
- GSSSB મંડળની વેબસાઇટ >>>>> https://gsssb.gujarat.gov.in

