GSSSB Sub Accountant & Auditor Bharti 2025-26

GSSSB Sub Accountant and Auditor Bharti 2025 26 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા નાણાં વિભાગ હેઠળના મહત્વપૂર્ણ સંવર્ગો “પેટા હિસાબનીશ/સબ ઓડીટર, વર્ગ-૩” અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક, વર્ગ-૩” માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે.

મહત્વપૂર્ણ (Important Dates) :

  •  ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૧૭/૧૧/૨૦૨૫ (૧૪:૦૦ કલાક)
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૦/૧૧/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)
  •   ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: ૦૨/૧૨/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)

જગ્યાની વિગત (Vacancies) :

આ જાહેરાત કુલ ૪૨૬ જગ્યાઓ માટે છે. સંવર્ગવાર જગ્યાની વિગતો નીચે મુજબ છે:

નામ કુલ જગ્યાઓ
પેટા હિસાબનીશ/સબ ઓડીટર, વર્ગ-૩ 321
હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક, વર્ગ-૩ 10

વય મર્યાદા (Age) :

તા.૩૦/૧૧/૨૦૨૫ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહી અને ૩૫ વર્ષથી વધુ નહી હોવી જોઇશે.

કેટેગરી છૂટછાટ મહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ 40 વર્ષ
અનામત કેટેગરીના પુરૂષ ઉમેદવારોને 5 વર્ષ 40 વર્ષ
અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ 45 વર્ષ

શૈક્ષણિક લાયકાત (Educational Qualification) :

ઉમેદવાર પાસે નીચે મુજબની કોઈ પણ એક પદવી હોવી જોઈએ:

  •   બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA)
  •   બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA)
  •   બેચલર ઓફ કોમર્સ (B.Com)
  •  બેચલર ઓફ સાયન્સ (ગણિત/આંકડાશાસ્ત્ર સાથે)
  •  બેચલર ઓફ આર્ટ્સ (આંકડાશાસ્ત્ર/અર્થશાસ્ત્ર/ગણિત સાથે)

ઉપરાંત, ઉમેદવાર ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

Edit Template

પરીક્ષા ફી (Fees) :

પરીક્ષા બિન અનામત વર્ગ અનામત વર્ગ (મહિલા, SC, ST, SEBC, EWS, દિવ્યાંગ, માજી સૈનિક)
પ્રાથમિક પરીક્ષા 500/- 400/-
મુખ્ય પરીક્ષા 600/- 500/
  •  ફી પરત: પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
  • ભરવાનું માધ્યમ: તમામ ઉમેદવારોએ ફી માત્ર ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે.

પરીક્ષા પદ્ધતિ (Exam Pattern) :

ભરતી પ્રક્રિયા બે તબક્કામાં લેવામાં આવશે:

1. પ્રિલિમિનરી પરીક્ષા (Preliminary Examination – ભાગ-૧)

  •  સ્વરૂપ: હેતુલક્ષી (Objective – MCQs) – CBRT/OMR પદ્ધતિથી.
  •  કુલ ગુણ: ૧૫૦.
  •  સમય: ૨ કલાક.
  •  નેગેટિવ માર્કિંગ: ખોટા જવાબ દીઠ ૦.૨૫ ગુણ કપાશે.
  • લઘુત્તમ લાયકી ધોરણ: દરેક કેટેગરી માટે ૪૦% માર્ક્સ.

નોંધ: આ ગુણ પસંદગી યાદી માટે ધ્યાને લેવાશે નહીં, તે માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે.

૨. મુખ્ય પરીક્ષા (Main Examination – ભાગ-૨)

  •   સ્વરૂપ: વર્ણનાત્મક (Descriptive) સ્વરૂપના બે પેપરો.
  •   કુલ ગુણ: ૨૦૦ (દરેક પેપર ૧૦૦ ગુણનો).
  •  લઘુત્તમ લાયકી ધોરણ: દરેક કેટેગરી માટે દરેક પેપરમાં ૪૦% માર્ક્સ.
  •   પસંદગીનો આધાર: મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણના મેરીટ્સના આધારે.

અરજી કેવી રીતે કરવી:

  1.  સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
  2.   “On line Application” માં Apply પર ક્લિક કરો અને GSSSB સિલેક્ટ કરો.
  3.  જાહેરાત ક્રમાંક: ૩૬૬/૨૦૨૫૨૬ પર ક્લિક કરી Apply now પર ક્લિક કરો.
  4.  સ્ક્રીન પર “Skip” પર ક્લિક કરીને અરજી ફોર્મેટમાં “Personal Details” અને “Educational Details” ભરો.
  5.   “Assurance” (બાંહેધરી) માં “Yes” સિલેક્ટ કરી “save” પર ક્લિક કરો. આનાથી તમારો “Application Number” જનરેટ થશે.
  6.  “Upload Photograph” પર ક્લિક કરીને તમારો ફોટો (પાતળો, સફેદ બેકગ્રાઉન્ડ, મહત્તમ ૧૫ kb) અને સહી અપલોડ કરો.
  7.  “Confirm Application” પર ક્લિક કરીને વિગતો ચકાસી લો અને જો કોઈ ભૂલ ન હોય તો Confirm કરો. એકવાર કન્ફર્મ થયા પછી સુધારો થઈ શકશે નહીં.
  8.  * Confirmation બાદ જનરેટ થયેલો “confirmation number” સાચવી રાખો.
  9.  “Print Application” પર ક્લિક કરીને અરજીની નકલ ડાઉનલોડ કરીને સાચવી રાખો.
  10.  બિનઅનામત વર્ગના ઉમેદવારોએ છેલ્લી તા.૦૨/૧૨/૨૦૨૫ સુધીમાં ફી ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે.

Important Links :

Share

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top