GSSSB મેડિકલ સોશિયલ વર્ક ભરતી 2025-26: જો તમે સમાજસેવા અને આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો તમારા માટે ગુજરાત સરકારમાં જોડાવાનો આ એક ઉત્તમ અવસર છે! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના મેડીકલ સોશ્યલ વર્કર, વર્ગ-3 સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
કુલ 46 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે!
મહત્ત્વપૂર્ણ તારીખો (Important Dates) :
- અરજી શરૂ થવાની તારીખ : November 21, 2025 (બપોરે 14:00 કલાકથી).
- અરજી કરવાની છેલ્લી તારીખ: December 5, 2025 (રાત્રિના 23:59 કલાક સુધી).
- ફી ભરવાની છેલ્લી તારીખ: December 8, 2025 (23:59 કલાક સુધી).
જગ્યાની વિગતો (Vacancies) :
જાહેરાત ક્રમાંક: 367/202526.
કુલ જગ્યાઓ: 46.
અનામત બેઠક જોવા માટે Telegram માં જોઈ શકો છો.
વયમર્યાદા (Age Limit) :
💠 December 5, 2025 ની સ્થિતિએ વયમર્યાદા નીચે મુજબ છે:
- Minimum Age : 18 વર્ષથી ઓછી નહિ.
- Minimum Age : 37 વર્ષથી વધુ નહિ.
💠 વયમર્યાદામાં છૂટછાટ :
- સામાન્ય કૅટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ
- અનામત કૅટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ
- દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષ સુધીની છૂટછાટ (મહત્તમ 45 વર્ષની મર્યાદામાં) મળવાપાત્ર છે.
શૈક્ષણિક લાયકાત (Educational Qualification) :
💠 અરજી કરવા માટે નીચે મુજબની લાયકાત હોવી જરૂરી છે:
- મુખ્ય લાયકાત: ભારતમાં કેન્દ્રીય કે રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત યુનિવર્સિટીમાંથી Master of Social Work (Psychiatry) અથવા Master of Social Work અથવા Master of Arts in Social Work ની પદવી મેળવેલી હોવી જોઈએ.
- કોમ્પ્યુટર જ્ઞાન: ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન (Basic knowledge of computer application) હોવું જોઈએ.
- ભાષા જ્ઞાન: ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન (Adequate knowledge of Gujarati or Hindi or both) હોવું જોઈએ.
ધ્યાન આપો: કોમ્પ્યુટરના બેઝિક નૉલેજની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર નિમણૂક મેળવતાં પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે.
પરીક્ષા ફી (Examination Fees) :
ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે:
રીફંડ: પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
| વર્ગ | ફી |
|---|---|
| બિનઅનામત વર્ગ | 500/- |
| અનામત વર્ગ | 400/- |
પરીક્ષા પદ્ધતિ (Examination Pattern) :
| ભાગ | વિષય | પ્રશ્નો | ગુણ |
|---|---|---|---|
| ભાગ - A | તાર્કિક કસોટીઓ તથા Data Interpretation (30) અને ગાણિતિક કસોટીઓ (30) | 60 | 60 |
| ભાગ - B | બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સન (30) અને સંબંધિત વિષયના પ્રશ્નો (120) | 150 | 150 |
| કુલ | કુલ | 210 | 210 |
Part-A અને Part-B માં અલગ-અલગ 40% ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવવું ફરજિયાત છે.
અરજી કરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો :
- છેલ્લી અરજી માન્ય: એક કરતાં વધુ અરજીના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણાશે.
- અરજી કન્ફર્મ: સંપૂર્ણ ચકાસણી બાદ જ confirm application પર Click કરવું. એકવાર કન્ફર્મ થયા બાદ કોઈ ફેરફાર શક્ય બનશે નહીં.
- પ્રમાણપત્રો: ઓનલાઈન અરજીમાં દર્શાવેલ વિગતોને અનુરૂપ અસલ પ્રમાણપત્રો પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે.
- તમારી તૈયારીને નવી દિશા આપો અને આ મહત્ત્વપૂર્ણ તક ઝડપી લો! તમને બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
- અરજી પ્રક્રિયા સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો, તમે મંડળની કચેરીના ફોન નંબર: 079-23258916 પર સંપર્ક કરી શકો છો.
Important Links
- Official Notification – Click Here
- Apply Online – Click Here
- Other Jobs – Click Here


